હોંગકોંગમાં ટુરીસ્ટની સંખ્યા વધતાં ચાઉ તાઈ ફૂકનું વેચાણ વધ્યું

30 સપ્ટેમ્બરના રોજ પુરા થયેલા ત્રણ મહિના દરમિયાન વૃદ્ધિ જોવા મળી હતી. વેચાણ વધવાનું મુખ્ય કારણ હોંગકોંગમાં ટુરીસ્ટની વધેલી સંખ્યા છે.

As the number of tourists in Hong Kong increased, sales of Chow Tai Fook increased
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હોંગકોંગ સ્થિત જ્વેલરી ચાઉ તાઈ ફૂકના રિટેલ વેચાણમાં બીજા નાણાકીય ત્રિમાસિક સમયગાળામાં 6 ટકાનો વધારો થયો છે.

કંપનીએ જાહેર કરેલા ડેટા અનુસાર હોંગકોંગમાં વધેલા વેપારને કારણે 30 સપ્ટેમ્બરના રોજ પુરા થયેલા ત્રણ મહિના દરમિયાન વૃદ્ધિ જોવા મળી હતી. વેચાણ વધવાનું મુખ્ય કારણ હોંગકોંગમાં ટુરીસ્ટની વધેલી સંખ્યા છે.

કોરોના મહામારીના કેસો ઘટ્યા બાદ હોંગકોંગમાં નિયંત્રણો હટાવી લેવાતા હવે ટુરીસ્ટની સંખ્યા વધવા સાથે બજારોમાં લક્ઝરી આઈટમોનું વેચાણ વધ્યું છે. તેથી ચાઉ તાઈ ફૂકના રિટેલ સેલ્સમાં પણ વધારો નોંધાયો છે.

હોંગકોંગના બજારોમાં ઊંચી ગુણવત્તાના મોંઘા સોનાના દાગીનાની સારી ખરીદી નીકળી હતી. જોકે, ચીનમાં વેચાણ વૃદ્ધિ પાછલા વર્ષની સરખામણીના મજબૂત આધાર સામે થોડી ધીમી રહી હતી. જ્યારે ટુરીસ્ટને હોંગકોંગમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને મેઈન લેન્ડ પર સ્થાનિક ખર્ચ વધુ હતો.

હોંગકોંગ અને અન્ય તમામ ચીન બહારના બજારોમાં રિટેલ સેલ્સ જે કંપનીના કુલ આવકના 14 ટકા હિસ્સો ધરાવે છે, તેમાં આ વખતે 54 ટકા જેટલો માતબર ઉછાળો જોવા મળ્યો હતો. ચીનમાં જે બાકીના બજારના 86 ટકા હિસ્સાને આવરી લે છે. તે માત્ર 0.6 ટકા વધ્યા હતા.

મેઈન લેન્ડ પર સમાન સ્ટોરમાં વેચાણ 13 ટકા ઘટ્યું હતું જ્યારે હોંગકોંગ અને મકાઉમાં 56 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. માત્ર હોંગકોંગમાં જ સમાન સ્ટોરમાં વેચાણ 43 ટકા વધ્યું હતું. મકાઉના ભાવમાં 117 ટકાનો વધારો થયો છે એમ કંપનીએ રિપોર્ટમાં જણાવ્યું હતું.

બીજા ક્વાર્ટર દરમિયાન મેઈન લેન્ડ ચીન અને હોંગકોંગ તેમજ મકાઉમાં ગતિશીલતા અને રિટેલ એક્ટિવીટીમાં સતત સુધારો જોવા મળ્યો હતો એમ કંપનીએ જણાવ્યું હતું. આ સમયગાળામાં મેઈનલેન્ડના સમાન સ્ટોર્સના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. હોંગકોંગ અને મકાઉમાં મેઈન લેન્ડ ટુરીસ્ટનું પ્રગતિશીલ વળતર અમારા વ્યવસાય માટે સહાયક રહ્યું છે.

દરમિયાન આ સમયગાળામાં જ્વેલરી સહિત સોનાના અન્ય ઉત્પાદકોના વેચાણમાં ચીનના સ્ટોર્સમાં 10 ટકા ઘટાડો નોંધાયો હતો પરંતુ હોંગકોંગમાં વેચાણ 89 ટકા વધ્યું હતું. કારણ કે લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદીનો ટુરીસ્ટમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

તે પાછલા વર્ષની સરખામણીએ ઘણી ઊંચી સરેરાશ વેચાણ કિંમતે ટુરીસ્ટ ખરીદતાં જોવા મળ્યા હતા. ચાઉ તાઈ ફૂકે કહ્યું કે, એક વર્ષ અગાઉ સમાન સમયગાળાની સરખામણીએ સરેરાશ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતમાં 12 ટકાનો વધારો થયો છે. મેઈન લેન્ડ પર જેમ સેટ જ્વેલરી અને સમાન સ્ટોરમાં વેચાણ 28 ટકા ઘટ્યું હતું જે હોંગકોંગ અને મકાઉમાં પણ 4 ટકાનો ઘટાડો દર્શાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant