હીરાને જીવંત બનવનાર માસ્ટર ડાયમંડ કટર સર ગેબી ટોલ્કોવસ્કીના અવસાન સાથે એક યુગનો અંત

ગેબી ટોલ્કોવ્સ્કીએ ડાયમંડ કટિંગની કળાને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડી. તેમની એક્સપર્ટાઇઝ હીરાની ટેક્નિકલ માસ્ટરીથી આગળ વધીને ઘણી ઘણી આગળ વિસ્તરી હતી

An era ends with the passing of master diamond cutter sir Gaby Tolkowski-1
સર ગેબી ટોલ્કોવ્સ્કી : માસ્ટર કટર, ડી બીયર્સ સેન્ટેનરી હીરા સાથે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હીરાની સુંદરતા અને ઇન્ટ્રિકસીઝની અપ્રતિમ સમજ ધરાવતા માસ્ટર ડાયમંડ ગેબી ટોલ્કોવ્સ્કીના સર ગેબ્રિયલ “ગેબી” ટોલ્કોવસ્કીનું નિધન થયું હોવાથી વૈશ્વિક હીરા ઉત્પાદક સમુદાય એક આઇકન ગુમાવવાથી શોકમાં છે. ટોલ્કોવ્સ્કીની નોંધપાત્ર વ્યાવસાયિક સિદ્ધિઓ અને ગ્રાઉન્ડબ્રેકિંગ યોગદાનોએ ઉદ્યોગ પર અવિશ્વસનીય છાપ છોડી દીધી છે, આજે જે રીતે હીરાની પ્રશંસા કરવામાં આવે છે તેમાં સર ગેબીનું યોગદાન અભૂતપૂર્વ છે.

ગેબી ટોલ્કોવ્સ્કીએ ડાયમંડ કટિંગની કળાને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડી. તેમની એક્સપર્ટાઇઝ હીરાની ટેક્નિકલ માસ્ટરીથી આગળ વધીને ઘણી ઘણી આગળ વિસ્તરી હતી; તેમની પાસે લોકો સાથે જોડાવાની એક દુર્લભ ક્ષમતા હતી, લોકો સરળતાથી તેમના હીરા માટેના આકર્ષણ અને અતૂટ જુસ્સાથી પ્રભાવિત થયા વગર રહેતા નહિ. ટોલ્કોવ્સ્કીની દીપ્તિ માત્ર તેમની કારીગરી જ નહીં, તેમની માસ્ટરી માત્ર ક્રાફ્ટમેનશિપ (કારીગીરી)માં જ નહિ પરંતુ તેમની સાથે તેમના કામ કરનારા અસંખ્ય લોકોમાં આશ્ચર્ય અને આકર્ષણની ભાવના જગાડવાની તેમની ક્ષમતામાં પણ છે.

હીરા ઉદ્યોગમાં ટોલ્કોવ્સ્કી પરિવાર અને ભારતીય કંપનીઓ વચ્ચેનું જોડાણ ઘણા વર્ષો સુધી ચાલે છે. 2006માં, ટોલ્કોવ્સ્કીએ ભારતીય બજારમાં ઉત્કૃષ્ટ 105-ફેસેટવાળા ગેબ્રિયલ ડાયમંડને રજૂ કરવા લક્ષ્મી ડાયમંડ સાથે ભાગીદારી કરી. તેવી જ રીતે, પ્રખ્યાત જ્વેલરી રિટેલર સી. ક્રિશ્નિયા ચેટ્ટી એન્ડ સન્સ (CKC) એ યુરોપિયન ડાયમંડ હાઉસ સાથેની વિશિષ્ટ ભાગીદારીમાં ટોલ્કોવસ્કી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડનું અનાવરણ કર્યું હતું જેણે 2008માં તેના ફ્લેગશિપ બેંગલુરુ સ્ટોરમાં આઇડીયલ કટની પહેલ કરી હતી.

ઉદ્યોગ પર ગેબી ટોલ્કોવ્સ્કીની અસર તેની વ્યાવસાયિક સિદ્ધિઓ કરતાં ઘણી વધારે છે. ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) એ સ્વીકાર્યું કે ગાબીનું ઉષ્માભર્યું વ્યક્તિત્વ અને દયાળુ સ્વભાવ એન્ટવર્પના હીરાની દુનિયાની ધમાલભરી શેરીઓમાં, ઉદ્યોગના કાર્યક્રમોમાં અથવા ટ્રેડ શોમાં  ભાગ લેનારા લોકો જેમને તેમની સાથે કામ પડ્યું હોય તેવા તમામના જીવનને સ્પર્શે છે. તેની પાસે અર્થપૂર્ણ વાર્તાલાપમાં જોડાવાની અને તેનું અવિભાજિત ધ્યાન આપવાની અસલી ક્ષમતા હતી, તેમને મળવા વાળા દરેક વ્યક્તિઓ પર એક કાયમી છાપ છોડી. ટોલ્કોવ્સ્કીના વિશાળ જ્ઞાન અને વૈવિધ્યસભર રુચિઓએ આકર્ષક વિનિમયને વેગ આપ્યો જે ડાયમંડના ક્ષેત્રથી આગળ વધીને તેની આસપાસના લોકોના જીવનને સમૃદ્ધ બનાવે છે.

તેમની કલાત્મક સંવેદનશીલતા અને કુદરત સાથેના ગહન જોડાણને કારણે અન્ય લોકોને હીરાનો મોહ માત્ર જોવા જ નહીં, પણ સાંભળવા પણ મળ્યો. ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધન દ્વારા, ટોલ્કોવ્સ્કીએ શોધ્યું કે હીરાના અનન્ય પ્રતિબિંબ અને પ્રત્યાવર્તન લક્ષણો એક અલગ ધ્વનિ પેટર્ન ઉત્પન્ન કરી શકે છે, જેને તેઓ “હીરાનું ગીત” કહે છે. આ સાક્ષાત્કારે આ મનમોહક હીરાની પ્રશંસાને વધુ ઊંડી બનાવી છે, જે તેમની સુંદરતા માટે સંપૂર્ણપણે નવું પરિમાણ જાહેર કરે છે.

જેમ જેમ હીરા ઉદ્યોગ સર ગેબી ટોલ્કોવસ્કીની ખોટ પર શોક વ્યક્ત કરે છે, તે તેમના નોંધપાત્ર વારસાને શ્રદ્ધાંજલિ આપે છે. તેમની વિઝનરી ક્રાફટમેન્ટશીપ (સ્વપ્નદ્રષ્ટા કારીગરી), અસલી કરિશ્મા અને હીરા માટેના અમર્યાદ જુસ્સાએ આ અસાધારણ હીરાને આપણે જે રીતે સમજીએ છીએ અને માણીયે છીએ તેને હંમેશ માટે બદલી દીધી છે. જો કે તે હવે આપણી સાથે નહીં હોય, પણ ગેબી ટોલ્કોવ્સ્કીની ભાવના હીરાના શોખીનો અને કારીગરોની ભાવિ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે, જેથી ઉદ્યોગ પર તેમનો પ્રભાવ કાયમ રહે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant