અમેરિકાની લેબગ્રોન ડાયમંડ કંપની નાદારીથી હીરાઉદ્યોગમાં ખળભળાટ

WD એ ભારત, ચીનની પાર્ટીઓને $44 મિલિયન 100 થી 199 પાર્ટીઓને ચૂકવવાના છે પણ તેની પાસે માત્ર કુલ 3 મિલિયન યુએસ ડોલરની અસ્કયામતો બચી છે.

Americas Labgrown Diamond Companys bankruptcy stirs up the diamond industry
ફોટો : સૌજન્ય : wdlabgrowndiamonds.com
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકામાં માનવસર્જિત હીરા (લેબગ્રોન ડાયમંડ)નું વેચાણ અને ઉત્પાદન કરનાર વિશ્વની બીજા ક્રમાંક કંપની ‘WD Lab Grown Diamonds’ એ નાદારી નોંધાવતા હીરા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે.

અમેરિકાના અખબાર ફાઈન્શિયલ ટાઈમ્સના એહવાલ મુજબ LGD સેક્ટરમાં વધુ પડતું ઉત્પાદનને કારણે નુકસાન થયું છે અને ઉત્પાદિત હીરાના ભાવમાં ભારે ઘટાડો થયો છે.

લેબમાં તૈયાર આવેલા હીરાના ભાવ માત્ર સાત વર્ષમાં એક કેરેટ માટે ત્રણ ગણાથી વધુ ઘટી ગયા છે, કારણ કે, ઉત્પાદકોએ ઓવર પ્રોડક્શન કરી બજારની સ્થિતિ બગાડી છે. સ્થિતિ એવી બની છે કે મેનહટનની ફૂટપાથ પર લેબગ્રોન ડાયમંડ વેચાઈ રહ્યાં છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સ દ્વારા ગુરુવારે WD લેબ ગ્રોન ડાયમંડ્સનું આઘાતજનક પતન જાહેર કરવામાં આવ્યું હતું. આ કંપનીએ બુધવારે ડેલવેર નાદારી કોર્ટમાં ચૅપ્ટર 7 હેઠળ નાદારી નોંધાવી હતી.

કોર્ટના દસ્તાવેજોને ટાંકીને, FTએ અહેવાલ આપ્યો કે WD એ ભારત, ચીનની પાર્ટીઓને $44 મિલિયન 100 થી 199 પાર્ટીઓને ચૂકવવાના છે પણ તેની પાસે માત્ર કુલ 3 મિલિયન યુએસ ડોલરની અસ્કયામતો બચી છે.

LGD મેન્યુફેક્ચરિંગમાં સંકળાયેલી અસંખ્ય કંપનીઓ શરૂ થતા સુરત LGD હીરાના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. જો કે, સુરતની LGD કંપનીઓ ભાવમાં તીવ્ર ઘટાડા બાદ સંઘર્ષ કરી રહી છે. એલજીડી હીરા જે એક સમયે કેરેટ દીઠ $400ના ભાવે વેચાતા હતા. તે હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કેરેટ $30 કરતા પણ ઓછા ભાવે મળી રહ્યા છે.

નોંધનીય છે કે, WD Lab Grown Diamonds એ 2021માં થર્ડ પાર્ટી વેરિફાયર SCS ગ્લોબલ સર્વિસિસ દ્વારા “સ્ટાન્ડર્ડ ફોર સસ્ટેનેબલ ડાયમંડ્સ” હેઠળ પ્રમાણિત થનારી પ્રથમ હીરા કંપની બની.

2008માં શરૂ થયેલી WD Lab Grown Diamonds એ વૈશ્વિક LGD ઉદ્યોગને પુન: આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ કંપનીએ ગયા વર્ષે જ $33 મિલિયનની આવક મેળવી હતી.

એક પીઢ હીરા ઉદ્યોગના નિષ્ણાતે કહ્યું કે, સુરતમાં 50થી વધુ મોટા અને નાના LGD હીરા ઉત્પાદકો પૈકી મોટાભાગના લોકોએ બેંક લોન લીધી છે, એ જોતાં બેંકોનાં ધિરાણ સામે મૂડી ઘસાઈ ગઈ છે. જાણકારો ચેતવણી આપી રહ્યા હતાં કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટશે.

નોંધનીય છે કે ડી બીયર્સ લાઇટબોક્સ બ્રાન્ડ હેઠળ તેની પોતાની લેબગ્રોન ડાયમંડ રેન્જને લૉન્ચ કરનાર સૌપ્રથમ હતું, એને ભૂલ સમજાતાં પાછળથી તેણે ટૂંકા પ્રયોગ પછી LGD સગાઈની વીંટી વેચવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈ અમેરિકા તથા યુરોપના દેશોની આર્થિક પરિસ્થિતિ નબળી થવાથી હીરા તથા જ્વેલરીની માગ ઘટી ગઈ હોવાથી જ્વેલર્સો ભારે દ્વિધામાં આવી ગયા છે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન ભારતમાં વધી જવાથી નિકાસ વધારતા જ ગયા.

અમેરિકાની વોશિંગ્ટન સ્થિત એક જ્વેલરી કંપનીએ કોર્ટમાં ચૅપ્ટર સેવનમાં નાદારી નોંધાવી છે. તેની પાસે 3 મિલિયન ડોલર છે, જ્યારે 100 થી 199 જેટલા નાના-મોટા લેણદારોને 44 મિલિયન ડોલર ચૂકવવાના છે. જ્વેલરી માર્કેટની પરિસ્થિતિ નહીં સુધરે તો આવી ઘટનાઓ બનતી જ રહેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant