ભરણપોષણનો કાયદો

આ કાયદાનો મુખ્ય હેતુ પોતાનું ભરણપોષણ કરવાને અશક્તિમાન હોય તેવી પત્ની, તેવાં બાળકો અને તેવાં માતા-પિતાને ભરણપોષણ મળી શકે તે અંગેનો છે.

Kayadani Kalame-Diamond City Newspaper
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

લગ્ન સંબંધમાં વિચ્છેદની વાત આવે કે લગ્ન સંબંધના પક્ષકારોને જુદા રહેવાની વાત આવે કે પતિ-પત્ની કોર્ટમાં છૂટાછેડા માટે ગયા હોય તો પહેલી મૂંઝવણ પત્નીને પોતાના ભરણપોષણની આવે. આવા સંજોગોમાં પત્ની પોતાનો ખર્ચ કે ખાધા-ખોરાકી કેવી રીતે કાઢે તે બહુ મોટો પ્રશ્ન છે. એમાં બાળકની પણ જવાબદારી ઘણી વખત પત્નીને માથે જ હોય છે.

આવા સંજોગોમાં પત્ની પોતાના પતિ પાસેથી ભરણપોષણ માગી શકે છે. આ અંગેની જોગવાઈ ક્રિમિનલ કલમ-૧૨૫ થી ૧૨૮ સુધીમાં કરવામાં આવી છે. આ જોગવાઈઓ પ્રમાણે પત્ની-બાળકો, ઉપરાંત મા-બાપના ભરણપોષણનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

ભરણપોષણમાં અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાત સંતોષવાનું નહીં પરંતુ શિક્ષણ ખર્ચ, દવાદારૂ ખર્ચને પણ અનિવાર્ય ગણવામાં આવે છે. આ કાયદાનો મુખ્ય હેતુ પોતાનું ભરણપોષણ કરવાને અશક્તિમાન હોય તેવી પત્ની, તેવાં બાળકો અને તેવાં માતા-પિતાને ભરણપોષણ મળી શકે તે અંગેનો છે. આવી અસમર્થ વ્યક્તિએ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અથવા ફેમિલી કોર્ટમાં અથવા પોતે જ્યાં રહેતી હોય તે હકૂમતમાં આવતી કોર્ટમાં આ કલમ નીચે ખાધા ખોરાકી માટે અરજી કરવાની હોય છે.

Alimony law-KAYDA NI KALAME

કોઈપણ વ્યક્તિ કે જેની પાસે પૂરતા સાધનો હોવા છતાં પોતાની જાતનું ભરણપોષણ ન કરી શકતી હોય તેવી તેની પત્નીનું અથવા પરિણીત કે અપરિણીત એવા પોતાનાં ઔરસ કે અનૌરસ બાળક કે જે પુખ્તવયનાં હોય એને તે શારીરિક ખામી કે માનસિક અસ્થિરતા કે ગાંડપણને કારણે પોતાની જાતનું ભરણપોષણ કરી શકતા ન હોય અથવા તેના માતા –પિતા, જેઓ પોતાની જાતનું ભરણપોષણ કરી શકતા ન હોય અથવા તેના પિતા કે માતા, જેઓ પોતાની જાતનું ભરણપોષણ કરવામાં બેદરકારી કે માતા–પિતાના ભરણપોષણ માટે માસિક અમુક રકમ આપવાનો હુકમ કરી શકે છે.

આવી બેદરકારી દર્શાવવા માટે કે પતિએ ભરણપોષણ સંબંધી ઈનકાર કર્યો હોય તે બતાવવા માટે પુરાવો અરજી જોડે બતાવવો પડે છે અને તેના આધારે મેજિસ્ટ્રેટ સાહેબ હુકમ કરતા હોય છે. હુકમ માસિક રકમ માટે હોય છે અને હુકમ પ્રમાણે તે વ્યક્તિને તે રકમ આપવાની રહેશે. આવી અરજીનો નિકાલ થતા વાર થતી હોય છે, એટલા માટે કેસ ચાલે ત્યાં સુધી વચગાળા માટે પણ ભરણપોષણ મેળવવા માટે અરજી થઈ શકે છે. મેજિસ્ટ્રેટ આ કાયદા નીચે માસિક ભથ્થું આપવા માટે વખતોવખત આદેશ કરી શકે છે.

ભરણપોષણની રકમનો હુકમ એટલે કે પત્નીને, બાળકોને કે માતા-પિતાને કેટલા ભરણપોષણની માગણી કરી હોય તેની આવક કમાણી અને મોભા ઉપર આધાર રાખે છે. આવક અને કમાણીના પુરાવા કોર્ટમાં રજૂ કર્યેથી કોર્ટ ભરણપોષણની ૨કમ નકકી કરે છે.

ભરણપોષણનો કાયદો સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ મા-બાપની આર્થિક સુરક્ષા માટે ઘડવામાં આવ્યો છે. આ જોગવાઈનો હેતુ પત્ની-બાળકો, મા-બાપ તરફ ભરણપોષણની બેદરકારી અથવા ઈનકારને કારણે ઉત્પન્ન થતો ભૂખમરો અને તેને કારણે થતા ગુનાઓ રોકવાનો, અટકાવવાનો છે. આ કલમોને ફોજદારી અધિનિયમમાં મૂકવાનો ઉદ્દેશ્ય એટલો હતો કે ફોજદારી કાર્યવાહી ઝડપી હોવાથી તેમજ કરકસરયુકત હોવાથી કેસોનો નિકાલ જલદી આવે છે.

આ કલમનો ઉપયોગ દરેક ધર્મ અને વર્ગના માણસોને સરખો લાગુ પડે છે. લગ્ન ગમે તે કાયદા નીચે કર્યા હોય પરંતુ ભરણપોષણ કોઈપણ સ્ત્રી આ કાયદા નીચે માગી શકે છે. મુસ્લિમ કાયદો જૂદો છે પરંતુ પરણેલી મુસ્લિમ સ્ત્રી આ કલમ હેઠળ ભરણપોષણ મેળવી શકે છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant