રસ્ટેનબર્ગની ઈમ્પાલા પ્લૅટિનમ માઈનમાં સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 11 મજૂરોના મોત

રસ્ટનબર્ગની ઈમ્પાલા પ્લૅટિનમ ખાણમાં કાઉન્ટરવેઇટ ફસાઈ જવાના લીધે મજૂરો ફસાઈ ગયા હતા. તે પૈકી 86 મજૂરોને મોડી રાત્રિ સુધીમાં બચાવી લેવાયા હતા

11 workers killed in fatal accident at Rustenburgs Impala platinum mine
ફાઈલ ફોટો. સૌજન્ય : ઇમ્પ્લાટ્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ભારતના ઉત્તરકાશીમાં જ્યારે 17 દિવસથી ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યાં હતાં ત્યારે રસ્ટનબર્ગમાં મોટી દુર્ઘટના બની હતી. અહીંના ઈમ્પાલા પ્લૅટિનમની ખાણમાં ઉત્તરકાશી જેવી જ ઘટના બની હતી. ખાણમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 મજૂરોના મોત થયા હતા, જ્યારે 75થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે શિફ્ટ ચેન્જ થઈ રહી હતી. તેથી મજૂરોની અવરજવર વધુ હતી. કાઉન્ટરવેઈટ ફસાઈ જવાના લીધે અહીં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.

રસ્ટનબર્ગની ઈમ્પાલા પ્લૅટિનમ ખાણમાં તા. 27મી નવેમ્બરના રોજ મોટી દુર્ઘટના થઈ હતી. અહીં ખાણમાં કાઉન્ટરવેઇટ ફસાઈ જવાના લીધે મજૂરો ફસાઈ ગયા હતા. તે પૈકી 86 મજૂરોને મોડી રાત્રિ સુધીમાં બચાવી લેવાયા હતા. ઈજાગ્રસ્ત મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચાર સ્ટેટની મોટી ચાર હોસ્પિટલમાં મજૂરોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. કેટલાંક મજૂરોની હાલત ગંભીર બની હતી.

આ મામલે તા. 28મી નવેમ્બરના રોજ ઈમ્પાલા પ્લૅટિનમ હોલ્ડિંગસ લિમિટેડ (ઇમ્પ્લાટ્સ) જાહેર ક્રયું હતું કે, કંપનીએ રસ્ટનબર્ગ ખાતેના તમામ માઈનીંગ વર્કને સ્થગિત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાના લીધે મોટું નુકસાન થયું છે. એસોસિએશન ઓફ માઈનવર્કર્સ એન્ડ કન્સ્ટ્રક્શન યુનિયન અને ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જી સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત પરિવારોને જાણ કરવાની અને તેમનો સંપર્ક કરવાની પ્રક્રિયા કરાઈ હતી.

ઇમ્પ્લાટ્સના સીઇઓ નિકો મુલરે કહ્યું, 27 નવેમ્બર ઇમ્પ્લાટ્સના ઇતિહાસનો સૌથી કાળો દિવસ રહ્યો હતો. ભયંકર અકસ્માતથી પ્રભાવિત થયેલા મજૂરો માટે દુ:ખ થઈ રહ્યું છે. અમે અમારા સહકર્મીઓની ખોટથી ઊંડો આઘાત અને દુઃખી છીએ અને તમામ નજીકના સંબંધીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે તેની ખાતરી કરવાની પ્રક્રિયામાં છીએ. ઇમ્પ્લાટ્સ સર્વિસમાં ખોવાઈ ગયેલા લોકોના પરિવારો અને સહકાર્યકરોને સતત સાંત્વના આપી રહ્યું છે. આ અતિ મુશ્કેલ સમયે અમે અમારા ઘાયલ સાથીદારોની મદદ માટે તત્પર છીએ.

મુલરે વધુમાં કહ્યું કે, હું બોજાનાલા ડિસ્ટ્રિક્ટ અને ઇમ્પાલા મેડિકલ સર્વિસીસ ટીમ તરફથી સ્થાનિક તબીબી સેવાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ કટોકટી દરમિયાન જરૂરી કટોકટી પેરામેડિક સેવાઓ પ્રદાન કરવા, વધારાના ICU બેડ અને એમ્બ્યુલન્સ સુરક્ષિત કરવા, વધારાના જનરલ સર્જનોને એકત્રિત કરવા અને સપોર્ટ સુરક્ષિત કરવા માટે અથાક મહેનત કરી હતી. ગંભીર રીતે ઘાયલોની સંભાળ રાખવામાં અમારી ઇમ્પાલાને મદદરૂપ થનાર ત્રણ હોસ્પિટલોનો પણ આભાર માનું છે.

અમે અમારા 11 શાફ્ટ ટીમના સભ્યોને બચાવવા માટે, ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં કામ કરીને, તેમના અથાક અને હિંમતભર્યા પ્રયત્નો માટે તમામ પ્રોટો અને બચાવ ટીમોના પણ ખૂબ આભારી છીએ. અમે આ અત્યંત મુશ્કેલ સમયમાં, ખાસ કરીને કટોકટી પ્રતિભાવ આપનારા તમામ હિતધારકોના એકસાથે આવવાના પ્રયત્નોની કદર કરીએ છીએ એમ અંતે મુલરે ઉમેર્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant